પ્રજાસતાક દિનની ઉજવણી ૨૬મી જાન્યુઆરી ૨૦૧૮

201826Jan

જયારે પુરો દેશ ૨૬મી જાન્યુઆરી ૨૦૧૮ ની ઉજવણી કરી રહયો હોય ત્યારે શ્રી નવજીવન વિકલાંગ સેવાશ્રય ના દિવ્યાંગ બાળકો કેમ રહી શકે હળવદ મધ્યે સંસ્થાના કેમ્પસ માં ૨૬મી જાન્યુઆરી પ્રજાસતાક દિનની ઉજવણી અને દિવ્યાંગ UDID કાર્ડ અને રાજયકક્ષામાં દિવ્યાંગ બાળા દ્વારા રાજયકક્ષામાં બ્રોન્ઝમેડલ લઇને ત્રીજો નંબર પ્રાપ્ત કરેલ તેનું સન્માન સમારંભ કાર્યકમ રાખવામાં આવેલ. શ્રી છગનભાઇ પટેલ દ્વારા ધ્વજવંદન કરવામાં આવેલ તેમજ દિવ્યાંગોને UDID કાર્ડ વિતરણ કરવામાં આવેલ અને સંસ્થાની IEDSS યોજનાની ધોરણ ૯ માં અભ્યાસ કરતી જાનવી સુરેશભાઇ માલસણા દ્વારા દિવ્યાંગોના સ્પે.ખેલમહાકુંભ ૨૦૧૭ અંતગર્ત રાજયકક્ષાએ ૧૦૦મી રનમાં ત્રીજોનંબર પ્રાપ્ત કરીને બ્રોનઝ મેડલ મેળવેલ જેનું સંસ્થા દ્વારા સન્માનપત્ર અને રોકડ પુરુસ્કાર આપીને સન્માન કરવામાં આવ્યું.

સમગ્ર કાર્યકમ નું સંચાલન જગદિશભાઇ દશલાણીયા દ્વારા કરવામાં આવ્યું તેમજ કાર્યકમને સફળ બનાવવા માટે સંસ્થાના કર્મચારીઓ વિજયભાઇ જોષી, બળવંતભાઇ જોષી, જયેશ રંગાડીયા અને તમામ પ્રવાસી શિક્ષકોએ જહેમત ઉઠાવી હતી.

 Click Here To View Celebration 26th January 2018