વાલી જાગૃતતા કાર્યક્રમ

201821Mar

આજ રોજ તા.21/03/2018 ના રોજ શ્રી નવજીવન વિકલાંગ સેવાશ્રય હળવદ મધ્યે PARENTS AWARNESS PROGRAME (વાલી જાગૃતતા કાર્યક્રમ) નું આયોજન કરવામાં આવેલ જેમાં જીલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રી કનકસિંહ ઝાલા તથા રાઠોડ સાહેબ, અજયભાઇ તેમજ અખિલ ભારતીય નવયુગ સંસ્થાના પ્રમુખશ્રી પ્રફુલભાઇ પટેલ ઉપસ્થિત રહયા હતા. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ અને ઉદેશ દિવ્યાંગ બાળકોના માતા-પિતા, વાલીઓમાં દિવ્યાંગો પ્રત્યેની જાગૃતતા આવે તેમજ દિવ્યાંગ બાળકો પ્રત્યે સભાનતા મેળવે અને સરકારની વિવિધ યોજનાથી માહીતગાર થાય.

આ કાર્યક્રમને અનુરૂપ જીલ્લા સમાજ સુરક્ષાથી આવેલ રાઠોડ સાહેબ દ્વારા દિવ્યાંગ બાળકોને મળતાં લાભો,વિવિધ યોજનાઓ, તેમજ દિવ્યાંગ બાળકોને મળતી સવલતો વિશે દિવ્યાંગ બાળકોના વાલીઓને માહીતગાર કર્યા હતા. તેમજ અખિલ ભારતીય નવયુગ સંસ્થાના પ્રમુખશ્રી પ્રફુલભાઇ પટેલ દ્વારા અરુણીમા સિંહ નું ઉદાહરણ આપીને દિવ્યાંગ વિધાર્થીઓમાં જુસ્સો તથા ઉત્સાહ પુરો પાડયો હતો. અને સંસ્થાના પ્રવાસી શિક્ષક હિરાલાલ ચાવડા દ્વારા IEDSS યોજના (સમંલિત શિક્ષણ યોજના) માં દિવ્યાંગ બાળકોને મળતાં લાભો થી વાલીઓને માહીતગાર કર્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન સંસ્થાના પ્રવાસી શિક્ષકશ્રી બળવંતભાઇ જોષી દ્વારા કરવામાં આવ્યુંહતું તેમજ આ કાર્યક્રમને સફળ બનાવવામાટે સંસ્થાના દરેક કર્મચારી મિત્રોએ જહેમત ઉઠાવી હતી

 

 

વાલી જાગૃતતા કાર્યક્રમ Caputer Moment