વિવિધ સાધનોના વિતરણ કાર્યક્રમ

201927Mar

હળવદ ખાતે મંદબુદ્ધિના બાળકો માટે ભગીરથ કાર્ય કરતી નવજીવન વિકલાંગ સેવાશ્રય ભચાઉ અને હળવદ દ્વારા જૈન મુનિ શ્રી ભાસ્કરજી સ્વામિના અર્ધશતાબ્દી સયમોત્સવની અનુમોદનરૂપે તેમજ માનવસેવાના હિર્તાથે દિવ્યાંગોં વિકલાંગજનોના લાભાર્થે 275 થી વધુ દિવ્યાંગોંને નિશુલ્ક સાધન સહાય વિતરણ કરવામાં આવ્યા હતા.જેમાં કૂત્રિમ હાથ પગ ,ટ્રાયસિકલ ,વ્હીલચેર , ઘોડી કેલિપેર્સ જેવા વિવિધ સાધનોના વિતરણ કાર્યક્રમમાં સંતો મહંતો સહિત અગ્રણીઓની ઉપસ્થિતિ માં યોજાયો હતો.પ્રસંગના મુખ્ય અતિથિ ડો.એસ .કે.નંદા ડાઇરેક્ટર ઓફ હૂડકો ન્યુ દિલ્લી , જિતેન્દ્રભાઈ જૈન,દિનેશભાઇ અગ્રવાલ , કમાન્ડન્ટ જગમોહન સિંઘ ,બિપિનભાઈ દવે, પ્રકાશભાઈ બારોટ,શૈલેન્દ્રભાઈ જૈન,રાજેન્દ્રસિંહ રાણા,વિજયભાઈ બારોટ,દિલુભા જાડેજા,કમલેશભાઈ દફતરી,તપનભાઈ દવે,ભરતભાઇ સંઘવી,સહિત મોટી સંખ્યામાં આમંત્રિતો ઉપસ્થિત રહિયા હતા. કાર્યક્રમનું સફળ સંચાલન કેતનભાઈ એ કર્યું હતું.