વિશ્વ વિકલાંગ દિવસની ઉજવણી

201603Dec

શ્રી નવજીવન વિકલાંગ સેવાશ્રય હળવદ દ્વારા વિવિધ વિકલાંગતા ધરાવતા બાળકો અને વિધાર્થીઓ માટે અનેક પ્રકારની સેવાઓ પુરી પડે છે ત્યારે આજે ૩જી ડીસેમ્બર વિશ્વ વિકલાંગ દિવસ ના ભાગ રૂપે સંમલિત શિક્ષણયોજના અંતગર્ત હળવદ શહેરની શ્રી રાજોધરજી હાઇસ્કુલમાં અભ્યાસ કરતાં વિકલાંગ બાળકો અને શાળાના બાળકોને વિકલાંગતા જાગ્રુતતા આવે એવા હેતુથી કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ જેમા વિવિધ વિકલાંગતા અને શાળામાં અભ્યાસ કરતા વિકલાંગ બાળકોને મળતી ફેસેલીટી તેમજ તેમને પડતી મુશ્કેલીઓ અને સમાજમાં વિકલાંગ બાળકો પ્રત્યે વિધાર્થીઓ કુણુવલણ દાખવે તેવા હેતુથી કાર્યક્રમ કરવામાં આવેલ જેમા રાજોધરજી હાઇસ્કુલ નો તમામ સ્ટાફ તેમજ IEDSS નો સ્ટાફ હાજર રહેલ અને તેમના મંતવ્યો આપ્યા હતા, પ્રવાસી શિક્ષક અરુણભાઇ ગોસાઇ, જગદીશભાઇ દશલાણીયા એ વિકલાંગતા વિશે બાળકોને માહીતગાર કર્યા હતા. આ કાર્યક્રમનું સફળ સંચાલન બળવંતભાઇ જોષી દ્વારા કરવામાં આવ્યું હતું.

 

Click Here To View Celebration Photos