શ્રી નવજીવ વિકલાંગ સેવાશ્રય દ્વારા નિશુલ્ક દિવ્યાંગજનોના / વિકલાંગજનો લાભાર્થે ફ્રી સાધન સહાય કેમ્પ

201815Dec

તા:- 15/12/2018 શનિવારના રોજ મોરબી ખાતે પ.પૂ.ધ.ધૂ. જૈન મુનિશ્રી ભાસ્કરજી સ્વામિના અર્ધશતાબ્દિ સયમોત્સવની અનુમોદનરૂપે માનવસેવા ના હિર્તાર્થે તથા રોટરી ક્લબ ઓફ જામનગર તેમજ કચ્છના યુવા અને લોકલાડીલા સંસદશ્રી વિનોદભાઇ ચાવડાજી ના સહકાર અને સથવારે તેમજ જૈન આચાર્ય અજરામર વિહારધામ ટ્રસ્ટ (વાઘરવા મોરબી) સૌ કોઈ ના સાથ અને સહકારથી તા:15/12/18 ના રોજ નિશુલ્ક દિવ્યાંગજનોના / વિકલાંગજનો લાભાર્થે ફ્રી સાધન સહાય કેમ્પ એસએસમેંટ કેમ્પ (ચેકઅપ કેમ્પ) રાખવામા આવ્યો હતો જેમાં 400 થી વધુ દિવ્યાંગ ભાઈઑ તથા બહેનો એ ભાગ લીધો હતો,કેમ્પમાં પસંદગી પામેલ હાથના લાભાર્થી ને ત્યારેજ LN4 કુત્રિમ હાથ લગાવી આપવામાં આવ્યો હતો હાથ સિવાયના બાકીના લાભાર્થીઓ વિકલાંગતાને અનુરૂપ કુત્રિમ પગ ,ઘોડી,વ્હીલચેર, ટ્રાયસિકલ તથા કેલિપેર્સ જેવા અન્ય સાધનો તા: 20/01/2019 રવિવાર સવારે 11;00 કલાકે સ્થળ: શ્રી નવજીવન વિકલાંગ સેવાશ્રય 220 કે.વી.સબ સ્ટેશન ની સામે જી.આઇ.ડ.સી એરિયા હળવદ થી વિતરણ કરવામાં આવશે