70 માં પ્રજાસત્તાક દિન ની ઉજવણી

201926Jan

જયારે પૂરો દેશ 70 માં પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવા જઈ રહ્યો ત્યારે શ્રી નવજીવન વિકલાંગ સેવાશ્રયના મંદબુધ્ધિના બાળકો કેવી રીતે રહી શકે તેવી અભિલાષા સાથે બાળકો માં દેશપ્રેમ ની ભાવના જગાવવા રાષ્ટ્રના આવા તહેવારની ઉજવણી સંસ્થાના મંદબુધ્ધિના બાળકો તથા સંસ્થાના કર્મચારીઓ દ્વારા પ્રજાસતાક દિનની ઉજવણી કરવામાં આવી જેમાં ઉપસ્થિત મહાનુભાવો મંત્રી શ્રી નવજીવન વિકલાંગ સેવાશ્રય જિતેન્દ્રભાઈ જોશી ના હસ્તે ધવ્જ ફરકાવી સલામી આપવામાં આવી હતી તેમજ અખિલ ભારતીય નવયુગ સંસ્થાના અધ્યક્ષ પ્રફુલભાઇ પટેલ તેમજ ખેતીવાડી ઉત્ત્પન બજાર સમિતિ ના સેક્રેટરી તેમજ સ્ટાફ તેમજ ફ્રેન્ડ્સ યુવા સેવા ગ્રુપ હાજર રહયા હતા આ પ્રસંગે મહર્ષિ ગુરુકુલના વિધ્યાર્થીઓ દ્વારા મંદબુધ્ધિના બાળકો સાથે કેક કાપીને પ્રજાસત્તાક દિનની ઉજવણી કરી હતી સાથોસાથ સંસ્થા ના તમામ કર્મચારીઓ દ્વારા મંત્રી શ્રી નવજીવન વિકલાંગ સેવાશ્રય જિતેન્દ્રભાઈ જોશીનું સાફો બાંધીને સન્માન કરવામાં આવ્યું હતું તેમજ મંદબુધ્ધિના બાળકો દ્વારા દેશ ભક્તિના ગીતો ઉપર પર્ફોર્મેન્સ આપવામાં આવ્યું હતું આ કાર્યક્રમ નું સફળ સંચાલન જગદીશભાઇ પટેલ દ્વારા કરવામાં આવ્યું અને કાર્યક્રમને સફળ બનાવવા તમામ કર્મચારીઓ જહેમત ઉઠાવી હતી.

 

Click Here To View 70 Republic Day Photos